તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞ નિમીત્તે કડીમાં બાઈક રેલી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડી | કડવા પાટીદારોની કૂળદેવી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા ખાતે આગામી 18 થી 22 પાંચ દિવસીય લક્ષચંડી મહાયજ્ઞ યોજાનાર છે.કડીમા મહોત્સવ અંતર્ગત ગુરૂવારે સમસ્ત પાટીદાર યુવક મંડળે ભવ્ય બાઈક રેલીનુ આયોજન કર્યુ હતુ.શહેરના ભાઉપુરાથી નીકળી રેલી થોળ રોડ,કરણનગર રોડ,પાંજરાપોળ,કુંડાળ થઈ રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરી દેત્રોજ રોડ સ્થિત લક્ષ્મી નારાયણ રામજી મંદિર ખાતે પૂર્ણ થયેલ.કડી એપીએમસી ચેરમેન પાટીદાર અગ્રણી વિનોદભાઈ પટેલની આગેવાનીમા યોજાયેલ રેલીમા પાટીદાર યુવક મંડળના મયંક પટેલ,પ્રદિપ જય ભગવાન,જીગ્નેશ ખોડીયાર,જીતુભાઈ પટેલ,પાટીદાર સેના પ્રમુખ દેવો પટેલ,આશિષ પટેલ સહિત મોટી સંખ્યામા યુવકો જોડાઈ રેલીને સફળ બનાવી હતી. શુક્રવારે શહેરના દેત્રોજ રોડ ખાતે ગુજરાતના નામાંકિત કલાકારો સાથે ભવ્ય રાસ ગરબાનુ આયોજન સ્થાનિક પાટીદારોએ કર્યુ છે.

અન્ય સમાચારો પણ છે...