મેવડ પાસે કારની ટક્કરે બાઇકચાલકનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા| મોટાભાઇને જગુદણ ચોકડી ઉભા રહેવાનું કહી બાઇક લઇને પાલાવાસણા સિમેન્ટ લેવા ગયેલા નાનાભાઇનું મેવડ નજીક કારની ટક્કરે મોત થયું હતું. જે અંગે મહેસાણા તાલુકા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મહેસાણા તાલુકાના લીંચ ગામના ગોવિંદજી વેલાજી ઠાકોર શનિવારે સવારે ઘરેથી જીજે 2 સીએસ 3200 નંબરના બાઇક પર તેમના ભાઇ લાલાજી ઠાકોર સાથે જગુદણ ચોકડી ગયા હતા. 10.40 વાગ્યે ગોવિંદજીને અહીં ઉભા રહેવાનું કહીને પાલાવાસણા સિમેન્ટ લેવા ગયેલા લાલજીના બાઇકને મેવડ બસ સ્ટેન્ડ ચોકડી નજીક જીજે 2 સીએલ 4644 નંબરની કારે ટક્કર મારી અકસ્માત સર્જયો હતો. અકસ્માતમાં ગંભીર ઇજા થયેલી હાલતમાં લાલાજીને સારવાર માટે દવાખાને ખસેડાય તે પહેલાં જ તેમનું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...