તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભિલોડામાં વાવાઝોડાથી મકાનો ધરાશાયી, પાકને નુકસાન અને પતરું ફંગોળાતાં 1ને ઇજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરવલ્લી જિલ્લામાં ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું. જેના કારણે ભિલોડા તાલુકામાં મુનાઈ, ગડાદર, લીલછા, ખેરાડી, ભૂતાવળ સહિતના ગામોમાં ખેતી પાકને નુકશાન થયું છે.

મુનાઈ ગામમાં એક ખેડૂતના ખેતરમાં પશુઓને રાખવા તેમજ ઘાસચારો ભરવા બનાવેલ મોટો શેડ વાવાઝોડાના કારણે 100 ફૂટથી વધુ દૂર હવામાં ફંગોળાયો હતો. પતરાના શેડ નીચે રહેલ ખેતમજૂર દોડીને પોતાનો જીવ બચાવવા ભાગ્યા હતા. આમ ખેડૂતને નુકશાન થવા પામ્યું હતું.

ભિલોડા તાલુકાના એક ખેતરમાં ખેડૂતે પકવેલ ઘઉં વાઢીને તેના પૂળાં ખેતરમાં સુકાવવા મુકેલ હતા માત્ર થ્રેસરમાં પીસીને કાઢવાના જ બાકી હતા એવામાં ભયંકર વવાજોડા સાથે આંધી આવી જેમાં તૈયાર બાંધેલ ઘઉંના પુળાં 15 થી 20 ફૂટ હવામાં ફંગોળાયા અને વરસાદમાં ઘઉં પલડી ગયા હતા. ભિલોડાની એન આર એ વિદ્યાલયમાં લોકસભાની ચૂંટણીના ઇવીએમ સિલિંગ માટે તૈયાર કરેલ મંડપ પણ ધરાશાઈ થયો હતો. લાકડાની સૌ મિલના વેપારી રામાઅવતાર શર્મા શેડ નીચે ઊભા હતા. ત્યારે પતરા તેમના પર ગંભીર ઇજા થઈ હતી. તેના બંને હાથે ફ્રેક્ચર થયું હતું.તસવીર-એચ.કે.સોની

અન્ય સમાચારો પણ છે...