તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસ શાસિત ઊંઝા તાલુકા પંચાયતના પ્રમુખ ભરતજી શિવાજી રાજપૂત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

કોંગ્રેસ શાસિત ઊંઝા તાલુકા પંચાયતના પ્રમુખ ભરતજી શિવાજી રાજપૂત અને ઉપપ્રમુખ ચંપાબેન ચંદનજી ઠાકોર વિરુદ્ધ રજૂ થયેલી અવિશ્વાસની દરખાસ્ત 6 વિરુદ્ધ 12 મતે પસાર થઈ હતી. દરમિયાન, કોંગ્રેસના બળવાખોરોના ટેકાથી ઉનાવા-1 બેઠક પરથી અપક્ષ ચૂંટાયેલા વિપુલ પટેલ 11 સદસ્યોના ટેકાથી પ્રમુખપદે ચૂંટાઇ આવ્યા હતા. આ સાથે તા.પં.માં કેસરિયો લહેરાવાની ભાજપની આશા ઠગારી નીવડી હતી. વિપુલ પટેલે જણાવ્યું કે, અમારી અપક્ષની જ સત્તા કાર્યભાર સાંભળશે.

તાલુકા પંચાયત પ્રમુખ ભરતજી રાજપૂત અને ઉપપ્રમુખ ચંપાબેન ઠાકોર વિરુદ્ધ 4 અપક્ષ, 7 કોંગ્રેસ અને 1 ભાજપ મળી 12 સદસ્યોએ ગત 13મીએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જે અંતર્ગત મંગળવારે તા.પં. હોલમાં નાયબ ડીડીઓ એમ.એચ. રાઠોડ, ટીડીઓ રાજેશ પટેલ, સર્કલ અધિકારી કિરણ દેસાઈ તેમજ સભાના અધ્યક્ષ બળદેવભાઈ પટેલની ઉપસ્થિતિમાં સભા મળી હતી. જેમાં તમામ 18 સદસ્યો હાજર રહ્યા હતા. જેમાં 5 વિરુદ્ધ 13ની અવિશ્વાસ દરખાસ્તમાં છેલ્લી ઘડીએ ઐઠોર-1નાં રામીબેન ઠાકોરે ભરતજીની તરફેણમાં આંગળી ઊંચી કરી હતી. તેમ છતાં 6 વિરુદ્ધ 12 મતે અવિશ્વાસ દરખાસ્ત પસાર થઈ હતી. બાદમાં અપક્ષ વિપુલકુમાર બાબુલાલ પટેલને 11 સદસ્યોએ ટેકો આપતાં તેમને પ્રમુખપદે ચૂંટાયેલા જાહેર કરાયા હતા. વિપુલ પટેલે જણાવ્યું કે, અમારી અપક્ષની જ સત્તા કાર્યભાર સાંભળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો