ભાણપુર અને કુકડીયાની જમીનો પેટે 96 લાખ મેળવી છેતરપિંડી કર્યાનો 3 વચેટિયા સહિત અાઠ સામે ગુનો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડર તાલુકાના લાલપુર (બ) ગામના વ્યક્તિઅે ત્રણ વચેટીયા મારફતે ભાણપુર અને કુકડીયા ગામની સીમમાંથી પાંચ વ્યક્તિઅો પાસેથી જમીન વેચાણ રાખી બાનાખત શરતો મુજબ વેચાણ દસ્તાવેજ નહી કરી અાપી રૂા.96 લાખની છેતરપીંડી અાચરતા ઇડર પોલીસે અાઠ વિરુધ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો ધ્વારા મળતી માહીતી અનુસાર લાલપુર (બ) ગામના કમલેશભાઇ શંકરભાઇ પટેલના સંબંધી પરેશભાઇ છગનભાઇ પટેલ (રહે. ગોલર) સોનુ ઉર્ફે ધ્રુવ મોરારીભાઇ પટેલ અને મોરારીભાઇ પરસોત્તમભાઇ પટેલ બંને રહે ભાણપુર ના માધ્યમથી ભાણપુર ગામના રાજેન્દ્રભાઇ રમણભાઇ પટેલ, મોહનભાઇ છગનભાઇ પટેલ, પ્રવીણભાઇ નાથાભાઇ પટેલ, રેવીબેન નાથાભાઇ પટેલ અને રાજેન્દ્રભાઇ મોહનભાઇ પટેલને જમીન વેચવાની હોઇ પરીચયમાં અાવ્યા હતા અને ત્રણે સંબંધીને રૂા. અેક - અેક લાખ દલાલી અાપી અોક્ટોબર 2015માં રાજેન્દ્રભાઇ રમણભાઇ પટેલને ભાણપુર ગામની સીમમાં અાવેલ સર્વે નં. 25 અને 30 ની જમીન પેટે રૂા. 24 લાખ, મોહનભાઇ છગનભાઇ પટેલના જુના સર્વે નં. 180 ની જમીનના રૂા. 14 લાખ, રેવીબેન નાથાભાઇ પટેલ અને પ્રવીણભાઇ નાથાભાઇ પટેલની જૂના સર્વે નંબર 123 ની જમીનના રૂા. 34 લાખ, રાજેન્દ્રભાઇ મોહનભાઇ પટેલની કુકડીયા ગામની જૂના સર્વે નંબર 100ની જમીનમાં રૂા.24 લાખ મળી કુલ રૂા. 96 લાખ અાપી રજીસ્ટર બાનાખત કરાવ્યા હતા. પરંતુ તમામ ઇસમોઅે પૈસા લઇ લીધા બાદ વેચાણ દસ્તાવેજ કરી અાપ્યો ન હતો અને ઠગાઇ કરવાના ઇરાદાથી વેચાણ અાપેલ મિલકતો ઉપર સેવા સહકારી મંડળીમાંથી કેસીસી લોનો લઇ બોજો પડાવી ખોટા દસ્તાવેજો બનાવી છેતરપીંડી અાચરી હતી. ઇડર પોલીસે તમામ અાઠ જણા વિરુધ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...