તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિધ્ધપુરમાં નવરાત્રીપર્વમાં ભક્તજનો ભક્તિરસમાં તેમજ યુવક યુવતીઓ ગરબા રાસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિધ્ધપુરમાં નવરાત્રીપર્વમાં ભક્તજનો ભક્તિરસમાં તેમજ યુવક યુવતીઓ ગરબા રાસ માં મગ્ન બનશે ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિધ્ધપુર આદ્યશક્તિ માં નવદુર્ગા નો પવિત્ર ઉત્સવ જુની પરંપરા ગત અાસો સુદ ચોથથી આસો સુદ પૂનમ નવરાત્રી મહોત્સવ ઉજવાય છે.

ગરબા ગરબી ગુજરાતની અસ્મિતા નું પ્રતિક છે ગુજરાત નવરાત્રિ પર્વ આસો સુદ એકમ થી આસો સુદ નોમ સુધી માતાજીના ગરબાગાઈ ઊજવાતા હોય છે પરંતુ ઐતિહાસિક નગરી સિદ્ધપુરમાં આસો સુદ ચોથથી આસો સુદ પૂનમ એટલે કે શરદ પૂનમ સુધી માતાજીના ગરબા નો ગરબે ઘૂમવાની પરંપરા વર્ષો જુની ચાલતી આવે છે આ ધાર્મિક નગરી શ્રી સ્થળમાં પ્રાચીન ગરબા શેરીગરબા સ્વરૂપે આપણી સાંસ્કૃતિક પરંપરાગત સંસ્કૃતિને જાળવી રાખી છે સિધ્ધપુર શહેરના મોહલ્લા ઓ, શેરીઓ, ચોકો માં આંબાવાડી સહિત સોસાયટી વિસ્તારોમાં યુવક મંડળ, મહિલા મંડળો દ્વારા વર્ષોથી એવા અદભૂત પ્રાચીન ગરબાનું આયોજન કરી નવરાત્રિના નવ દિવસ સુધી નવધા ભક્તિ થકી ઉલ્લાસના પર્વ અને માંઅંબા શારદીય નવરાત્રી ઉજવતા હોય છે.

જેમાં સુદ ચોથના દિવસે કાળાભટના મહાડ પાસે ગણપતિદાદાની પલ્લી, પાંચમના દિવસે જડિયા વીર ની પલ્લી, છઠના દિવસે સિકોતર માતાની પલ્લી સાતમે કનકેશ્વરીમાતાજીની પલ્લી, આઠમે સહસ્ત્રકળા માતાજીની પલ્લી જે આજે પણ પાણી માં પુરીઓ તળીને માતાજીનો નૈવેદ થાય છે ચૌદસના દિવસે હનુમાનદાદા ની પલ્લી ભરાય છે તેમજ કાળી ચૌદસના દિવસે જૂની વહોરવાડમાં આવેલા પ્રાચીન છબીલા હનુમાન દાદા ની પલ્લી ભરાય છે.

અન્ય સમાચારો પણ છે...