વિજાપુરમાં રોટરી ક્લબ દ્વારા ભાગવત કથા યોજાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજાપુર : વિજાપુર રોટરી ક્લબ દ્વારા એપીએમસી ગાયત્રી મંદિર પાસે મહાત્મા ગાંધીના 150મા જન્મ જયંતી વર્ષ નિમિતે જય ગિરનારી આશ્રમ બલવા પાસેના બાલયોગીની ગીતાદીદીના પાવન મુખેથી ભાગવત જ્ઞાનયજ્ઞ કથા યોજાઇ હતી.જેની પૂર્ણાહુતિના દિવસે 92 વર્ષિય વસંતભાઇ શાહ તેમજ સંજય-તુલા સહિત ગાંધીવાદી લોકોનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે રોટરી કલબના પ્રોજેક્ટ ચેરમેન શામજીભાઈ ગોર, પી.બી. પટેલ, પરેશ પટેલ, જયેશ પટેલ, શાંતિલાલ શાહ, રમેશભાઈ પટેલ, સંજય પટેલ, જતીન રાવલ, મિહિર ત્રિવેદી સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...