તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગર માર્કેટયાર્ડમાં નવા અને રિન્યુ લાયસન્સનાં ફોર્મ નહીં અપાતાં હોબાળો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વિસનગર માર્કેટયાર્ડમાં શુક્રવારે નવા અને રિન્યુ લાયસન્સના ફોર્મ લેવા આવેલા વેપારીઓને ફોર્મ નહીં મળતાં હોબાળો મચાવ્યો હતો. માર્કેટયાર્ડના સેક્રેટરી અને ઇન્ચાર્જ કર્મચારી રજા ઉપર હોઇ ફોર્મ આપી શકાયા ન હોવાનો બચાવ માર્કેટયાર્ડના ઇન્સપેક્ટરે કર્યો હતો.

માર્ચ મહિનો હોવાથી માર્કેટયાર્ડમાં પેઢી ધરાવતા તેમજ નવી પેઢી ખોલવા ઇચ્છતા વેપારીઓ માટે નવા લાયસન્સ કઢાવવા તેમજ જૂના રિન્યુ કરવા માટે ફોર્મનું વિતરણ કરાઇ રહ્યું છે. શુક્રવારે ફોર્મ લેવા આવેલા વેપારીઓને માર્કેટયાર્ડના સેક્રેટરી કમલેશભાઇ પટેલ અને ઇન્ચાર્જ કર્મચારી અપૂર્વ પટેલ રજા પર હોવાથી ફોર્મ આપવાની ના પાડતાં હાજર વેપારીઓએ હોબાળો મચાવ્યો હતો. માર્કેટયાર્ડના ડિરેક્ટર પંકજભાઇ પટેલ પણ આવ્યા હતા, તેમને પણ ફોર્મ મળ્યું ન હતું.

માર્કેટયાર્ડના ઇન્સપેક્ટર સુરેશભાઇ ચાૈધરીએ જણાવ્યું કે, સેક્રેટરી અને ઇન્ચાર્જ કર્મચારી ન હોવાથી ફોર્મ આપી શકાયા નથી. નવા અને રિન્યુ ફોર્મ 31 માર્ચ સુધી ભરી શકાશે તેમ જણાવ્યું હતું.

આ કારણે થયો હોબાળો

ફોર્મ નહીં મળવા પાછળ વેપારીઓ એવો તર્ક લગાવી રહ્યા છે કે, 13મીના રોજ નવા લાયસન્સ ફોર્મ ભરાય તો 14મીની મિટિંગમાં મંજૂર કરાય અને 31મીની મિટિંગમાં બહાલી મળે તો આગામી વર્ષે યોજાનારી માર્કેટયાર્ડની ચૂંટણીમાં તે વેપારીનું નામ મતદાર યાદીમાં આવી જાય. જોકે, આ અંગે કોઇ સ્પષ્ટ માહિતી મળી નથી.

ઇરાદાપૂર્વક વેપારીઓને લાયસન્સ ફોર્મ નહીં આપવાનું ષડયંત્ર છે : ડિરેક્ટર

સેક્રેટરી અને ઇન્ચાર્જ કર્મચારી રજા ઉપર હોઇ ફોર્મ આપી શકાયાં નથી : માર્કેટયાર્ડ

ઇરાદાપૂર્વક લાયસન્સ ફોર્મ ન આપવાનું ષડયંત્ર

લાયસન્સ સ્ટાફ અને સબકમિટીની મિટિંગ અને સામાન્ય સભાની મિટિંગ શનિવારે મળવાની છે. ત્યારે વેપારીઓની લાયસન્સની અરજી ન થાય અને આજનો દિવસ લાયસન્સ મેળવવા અરજી કરવાની છેલ્લી તારીખ હોવાનું જાણતા હોવા છતાં ઇરાદાપૂર્વક લાયસન્સ ફોર્મ ન આપવાનું ષડયંત્ર કર્યુ હોઇ શનિવારની મિટિંગ મુલતવી રાખી નવેસરથી એજન્ડા બહાર પાડી મિટિંગ બોલાવવા માંગણી કરી છે. > પ્રકાશ પટેલ, માર્કેટયાર્ડના ડાયરેક્ટર
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો