તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલેએ બુધવારે બેઠક યોજી આવશ્યક સેવાઓ અંગેની

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલેએ બુધવારે બેઠક યોજી આવશ્યક સેવાઓ અંગેની તમામ વ્યવસ્થાની સમીક્ષા કરી એલર્ટ રહેવા સુચના આપવામાં આવી હતી.કલેક્ટરે જણાવ્યું હતું કે "સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં લઈ બોર્ડર વિસ્તારના ગામોને એલર્ટ અપાયું છે. બોર્ડર વિસ્તારના ગામોમાં બિનજરૂરી અવરજવર ટાળવા, કોઈપણ સંદિગ્ધ દેખાય તો પોલીસનું ધ્યાન દોરવા, ગ્રામજનોને તાકીદ કરવામાં આવી છે. બોર્ડર વિસ્તારના આવશ્યક ચીજ વસ્તુઓ અંગે જે તે વિભાગને કહેવાયું છે. સમગ્ર વિસ્તારને હાઇ એલર્ટ પર રખાયું છે. સંકળાયેલા તમામ વિભાગો ના કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. અત્યંત વ્યાજબી કારણ હોય તેવા કિસ્સામાં કર્મચારી ની રજાની છુટ આપવામાં આવશે.તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગે વહીવટી તંત્રની સુચનાના પગલે તમામ સરહદી વિસ્તારના આરોગ્ય કર્મીઓને પોતાની ફરજનું સ્થળ ન છોડવા તેમજ રજા ઉપર ન ઉતરવા લેખિત પરિપત્ર કર્યો છે.જેમાં જિલ્લાના આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પેટા કેન્દ્રો પર 24 કલાક હાજર રહી કામગીરી કરવા તથા જિલ્લા કક્ષાએ કોઈ પણ બનાવ ધ્યાનમાં આવે તો તાત્કાલિક કંટ્રોલ રૂમ પર જાણ કરવા સુચના આપવામાં આવી છે.

તમામ અધિકારી,કર્મચારીની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી કોઈ પણ કર્મચારીની રજા વડી કચેરીની મંજુરી સિવાય મંજુર ન કરવા જણાવવામાં આવ્યુ છે.પૂર્વ મંજૂરી સિવાય કોઈ પણ સંજોગોમાં મુખ્ય મથક ન છોડવા, સરકારી અને ભાડાના તમામ વાહન ચાલુ હાલતમાં જે તે કેન્દ્ર ઉપર ડ્રાઈવર સાથે 24 કલાક હાજર રહે તે સુનિશ્ચિત કરવા,એમ્બુલન્સ વાહનમાં પેટ્રોલ/ડીઝલ યોગ્ય માત્રામાં ફૂલ ટાંકી રાખીને એલર્ટ રાખવા,હોસ્પિટલમાં તમામ પ્રકારની જીવન જરૂરી દવાઓ પૂરતાં પ્રમાણમાં ઉપલબ્ધ રાખવા,ડ્રેસિંગ મટીરીયલ અને સાધણ-સામગ્રી બેટરી બેકઅપ અને લાઈટ-સોર્સ યોગ્ય જરૂરીયાત મુજબ તૈયાર રાખવા, પીવાના પાણીનો જથ્થો રાખવા સૂચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો