તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શંખલપુર અને લીમડીમાં ઠંડા પીણાંનાં વેચાણ પર પ્રતિબંધ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસને ફેલાતો અટકાવવા બહુચરાજી તાલુકાના શંખલપુરમાં ગ્રામ પંચાયત દ્વારા ઠંડાંપીણાં, કોલ્ડ્રિંક્સ તેમજ પેપ્સી સહિતનાં વેચાણો પર પ્રતિબંધ ફરમાવાયો છે અને દુકાનદારો તેમજ લારીવાળાઓને નોટિસ આપી સૂચના અપાઇ છે. ખેરાલુ તાલુકાના લીમડી ગામમાં પણ ઠંડા પીણાના વેચાણ પર પ્રતિબંધ લગાવવવામાં આવ્યો છે અને સૂચનાનો ભંગ કરનારને 5000 સુધીનો દંડ ફટકારાશે.

આ અંગે શંખલપુરના સરપંચ ભીખીબેન પટેલ અને ગ્રામ સમિતિના અધ્યક્ષ પરેશભાઇ પટેલે જણાવ્યું કે, જ્યાં સુધી કોરોના વાયરસ કાબુમાં ન આવે ત્યાં સુધી તેનો અમલ કરવાનો રહેશે. સૂચનાનો ભંગ કરનાર સામે રૂ.5000 કાયદાકીય રીતે દંડ વસૂલ કરવામાં આવશે.

ખેરાલુ તાલુકાના લીમડીમાં ગામમાં પણ ઠંડા પીણાના વેચાણ પર પ્રતિબંધ પંચાયત દ્વારા લાદવામાં આવ્યો છે.

કોરોના વાયરસને પગલે સાવચેતી

સૂચનાના ભંગ બદલ ~5હજારનો દંડ
અન્ય સમાચારો પણ છે...