બહુચરાજી | ઉત્તર ગુજરાતના લોકો ઉનાળે પીવાના પાણી માટે ફાંફાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુચરાજી | ઉત્તર ગુજરાતના લોકો ઉનાળે પીવાના પાણી માટે ફાંફાં મારી રહ્યા છે, બીજીબાજુ સરકારી તંત્ર જ પાણીનો વેડફાટ રોકવામાં સરેઆમ નિષ્ફળ રહ્યું છે. વાત છે બહુચરાજીના ગણેશપુરાના પટેલ રામભાઈ હરજીવનદાસના ખેતરમાંથી સુજલામ સુજલામ યોજનાની મોઢેરાથી પાટડી તરફ જતી પીવાના પાણીની પાઈપલાઈન નીકળે છે. આ પાઇપ લાઇનમાં ચાર મહિનાથી ભંગાણ પડ્યું છે, જેના કારણે પાણી ખેડૂતની દસ વીઘા જેટલી જમીનમાં ભરાઈ ગયું છે. પાણી ભરાવાના કારણે ખેડૂત ઉનાળુ પાક તો ન લઇ શકયો પણ આગામી સિઝનથી પણ હાથ ધોવા ન પડે તે માટે પાણી પુરવઠા વિભાગની મોઢેરા અને પાટડી કચેરીમાં રજૂઆત કરી ચૂક્યા છે. આજદિન સુધી આ ભંગાણ રિપેરિંગ કરાયું નથી. પીવાના પાણીનો રોજ હજારો લિટર વેડફાટ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...