તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ.કાં. જિલ્લામાં આજે છુટાછવાયા માવઠાની શક્યતા : હવામાન વિભાગ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
દક્ષિણ પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં સર્જાયેલા સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે રવિવારે ઉત્તર ગુજરાત વાદળછાયું બન્યું હતું. તેમજ આ સિસ્ટમના કારણે પવનની દક્ષિણ દિશા તરફથી ફૂંકાતા દિવસ અને રાતના તાપમાનમાં એકથી સાડા ચાર ડિગ્રીનો વધારો થતાં ઉત્તર ગુજરાતમાંથી ઠંડી ગાયબ થઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે બનાસકાંઠા જિલ્લામાં છુટુ છવાયુ માવઠું થઈ શકે છે.

ઉત્તર ગુજરાતમાં રવિવારે સવારે પવનની દિશા ફેરવતા અને વાદળછાયા વાતાવરણના કારણે તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. દિવસે ગરમીનો પારો એકાદ ડિગ્રીનો ઉચકતા મહત્તમ તાપમાન 27 થી 27.8 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. જેના કારણે બપોરના સમયે ગરમી અનુભવાઈ હતી. તેવી જ રીતે રાત્રીના સમયે સાડા ચાર ડિગ્રી જેટલું તાપમાન ઉચકતા ઠંડી ગાયબ થઈ ગઈ હતી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે બનાસકાંઠા જિલ્લામાં છુટા છવાયા વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. આ સાથે સવારના સમયે ધુમ્મસછાયું વાતાવરણ સર્જાઈ શકે છે. આગામી 24 કલાકમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રી ઉચકાઈ શકે છે.

મુખ્ય શહેરોનું તાપમાન

શહેર તાપમાન
મહેસાણા 15.1(+3.1)

પાટણ 14.5(+2.7)

ડીસા 13.4(+4.6)

ઇડર 14.0(+3.1)

મોડાસા 14.7(+2.5)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો