ભાડુઅાતને હેરાન કરવા મામલે હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર| વિસનગર કડા રોડ ઉપર અાવેલ હેરીટેજ ટાઉનશીપમાં રહેતા અલકેશકુમાર સાંકળચંદભાઇ પટેલ બુધવારના રોજ કડા ત્રણ રસ્તા ઉપર અાવેલ દુકાન ઉપર મસાલો ખાવા અાવ્યા હતા તે દરમિયાન પટેલ કમલેશભાઇ જ્યંતિભાઇ, પટેલ સંજયકુમાર ઉર્ફે દત્તુ, પ્રજાપતિ જલ્પેશકુમાર સહિત અેક અજાણ્યો શખ્સ અાવ્યા હતા અને અલકેશભાઇને હેરીટેજ સોસાયટીમાં અાવેલ અે 15ના ભાડુઅાતને કેમ હેરાન કરે છે જેથી અલ્પેશભાઇઅે સોસાયટીમાં કપડાંના વેપાર કરાય નહી જે બજારમાં જઇ કરે તેમ કહેતાં ચારેય ઉશ્કેરાઇ ગયા હતા અને અલ્કેશભાઇને છરી વડે તેમજ ધોકા અને ગડદાપાટુનો માર માર્યો હતો.જેમા ઘાયલ અલકેશભાઇને સારવાર અર્થે સિવીલ હોસ્પિટલમાં લાવવામાં અાવ્યા હતા જ્યાંથી નૂતન હોસ્પિટલમાં રીફર કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...