તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભૈરવના મંદિરે ભક્તોને 10 રૂ.માં જ ભોજન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કલોલ | કલોલના 1800 વર્ષ જુના પ્રાચીન કપિલેશ્વર મહાદેવ મંદિરના મહંત દ્વારા અનોખો સેવા યજ્ઞ શરૂ કરાયો છે. બ્રહ્મલીન થયેલા મહંતની અંતિમ ઇચ્છાને પૂર્ણ કરવા વર્તમાન મહંતે અંબાજી શક્તિપીઠ ગબ્બરમાં આવેલા ભૈરવદાદાના મંદિર ખાતે માત્ર રૂપિયા 10માં ભરપેટ ભોજનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં દરરોજ અંદાજે 300 થી વધારે ભક્તો પ્રસાદીનો લાભ લઇ રહ્યા છે.આ સેવાકીય પ્રવૃતિની આ વિસ્તારમાં ભારે પ્રશંસા થઈ રહી છે.

બ્રહ્મલીન મહંત ભાગવતાનંદજીની ઇચ્છાને પૂર્ણ કરવા માટે ભોજનાલય શરૂ કરાયું
ગુજરાતમાં ઐતિહાસીક અને ચમત્કારીક શિવાલયોમાં કલોલના કપિલેશ્વર મંદિરનો સમાવેશ થાય છે. 1800વર્ષ પ્રાચીન સ્વયંભુ શિવલીંગનો ઔલોકિક ઇતિહાસ રહેલો છે. જેમાં મંદીરના ભ્રહ્મલીન મહંત ભાગવતાનંદજીની ઇચ્છા હતી કે કોઇપણ મનુષ્ય ભુખ્યાપેટે સુવો જોઇએ નહી.

મહંતના ભ્રહ્મલીન થયા બાદ મંદિરના નવા મહંત સ્વામી પુર્ણાનંદગીરીજીએ જવાબદારી સંભાળી હતી. મંદીરના જીણોધ્ધાર તેમજ અંબાજી પગપાળા અંન્નક્ષેત્ર સહીત સેવાના કામોમાં આગવુ યોગદાન ચાલુ રાખ્યુ હતું. પોતાના ગુરૂની ઇચ્છાને પરીપુર્ણ કરવા માટે સ્વામીજીની પ્રેરણાથી મંદીરના સ્વયંમ સેવકો દ્રારા પુર્ણાનંદગીરી ભોજનાલય શરૂ કરવામાં આવ્યુ હતુ. સંતો તેમજ દવાખાનામાં દાખલ દર્દીઓને મફત ભોજન આપવામાં આવે છે. ઉપરાંત કલોલમાં માત્ર 30 રૂપિયાના ટોકન ચાર્જે ભરપેટ છોલે ચણાપુરીના ભોજનની સાથે સાથે મરચાં આપવામાં આવે છે.

ભોજનની સાથે સાથે શક્તિ-ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે શક્તિપીઠ અંબાજીમાં અંબામાનું પ્રાચીન શક્તિપીઠ આવેલુ છે. શક્તિપીઠ મંદિરથી 3 કિલો મીટરએ આવેલા ગબ્બરના ભૈરવદાદાના મંદિરએ ફ્કત 10 રૂપિયાના ટોક ચાર્જમાં ભરપેટ ભોજનની સુવિધા શરૂ કરવામાં આવી છે.

ભોજનની વ્યવસ્થાથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મંદિરમાં ચાલતા ભોજનનો દરરોજ અંદાજે 300થી વધુ ભક્તો પ્રસાદીનો લાભ લઇ રહ્યા છે. મંદીરના દર્શનાર્થે આવેલા ભક્તોને ટેબલ ખુરશી પર બેસાડી ભાવથી ભોજન પિરસવામાં આવે છે.

કલોલના કપિલેશ્વર મંદિર દ્વારા અંબાજી ગબ્બર ખાતે આવેલા ભૈરવદાદાના મંદિરમાં રૂપિયા દસમાં ભરપેટ ભોજન શરૂ કરાયું છે. તસવીર: ધર્મેન્દ્ર જોશી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો