મેઢાસણ હાઇ.ના છાત્રો પોલીસ સ્ટેશને

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા : મોડાસા તાલુકાની મેઢાસણની જી.કે ભટ્ટ હાસ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ મોડાસા ખાતે આવેલી ડી.એસ.પી કચેરી અને રૂરલ પોલીસસ્ટેશનની મુલાકાત લીધી હતી. છેલ્લા બે વર્ષથી શાળાના ઇન્ટક્ટર કમલેશભાઇ દેસાઇ અને એસ.ડી કટારાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. શાળાના 70 જેટલા કેડેટોએ મોડાસા ખાતેની એસ.પી.કચેરીની મુલાકાત લઇ કાયદા અંગે તેમજ ટ્રાફીકના નિયમન અંગે જાણકારી આપવામાં આવી હતી. શાળાના પ્રિન્સીપાલ કલ્પેશભાઇ પ્રજાપતિ અને મેઢાસણ કેળવણી મંડળના જગદીશભાઇ પટેલે બાળકોને અને શાળા સ્ટાફને શુભેચ્છા પાઠવી હતી. અલ્પેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...