તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતને અડીને જ આવેલા રાજસ્થાનના આબુરોડના વૈશ્વિક શિખર મહાસંમેલનમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતને અડીને જ આવેલા રાજસ્થાનના આબુરોડના વૈશ્વિક શિખર મહાસંમેલનમાં શનિવારે પધારેલા મહામહિમ ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુએ આતંક ફેલાવતા દેશોને હવે સદબુદ્ધિની જરૂર હોવાનું જણાવી પરોક્ષ રીતે આકરા પ્રહારો કર્યા હતા.

આબુરોડ સ્થિત શાંતિવન ખાતે બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા આયોજિત પાંચ દિવસિય વૈશ્વિક શિખર સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં શનિવારે પધારેલા ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુજીએ રાજસ્થાનના રાજયપાલ કલરાજ મિશ્ર સાથે મળી આ શિખર સંમેલનને વિધિવત રીતે ખુલ્લું મુક્યું હતું. બાદમાં પોતાના 20 મિનિટના અધ્યક્ષીય પ્રવચનમાં અધ્યાત્મ, શાંતિ, સમૃદ્ધિ, પર્યાવરણ જાળવણી તેમજ આતંકવાદ જેવા મુદ્દાઓ પર વિસ્તૃત પ્રકાશ પાડી પ્રવચન આપ્યું હતું. કોઇ દેશનું નામ લીધા વગર ઉપરાષ્ટ્રપતિએ આતંકવાદ સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ‘હવે વિશ્વમાં આતંક ફેલાવતા દેશોને સાચા અર્થમાં સદબુદ્ધિની જ જરૂર છે. બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા ભારતની પ્રાચીન સાંસ્કૃતિક મૂલ્યોના જતન માટે થયેલા પરિણામલક્ષી પ્રયાસોની સરાહના કરી હતી. સંમેલનમાં વિશ્વના 140 દેશોના 7 હજારથી વધુ વિદ્વાનો અને અધ્યાત્મ જગતના મહારથીઓ ભાગ લઈ રહ્યાં છે. આ સંમેલનના ઉદ્ઘાટન સમારોહમાં રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્ર અને કેન્દ્રીય જળ સંશાધન મંત્રી અર્જુનરામ મેઘવાલ તેમજ બ્રહ્માકુમારીઝ સંસ્થાનાં મુખ્ય પ્રશાસિકા 103 વર્ષીય દાદી જાનકીજીએ પણ સંબોધન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...