તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસાના વેપારી સાથે ગઠિયાએ રૂ.9.21 લાખની છેતરપિંડી આચરતાં ચકચાર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ડીસાના વેપારીને દોઢ માસ અગાઉ શખ્સે ફોન કરી પોતે એલ.એન્ડ.ટી હાઇડ્રો કાર્બન એન્જી.લી વાઘોડીયા રોડ વડોદરાનો મેનેજર હોવાની ઓળખાણ આપી ડીસાના મુડેઠા ટોલપ્લાઝા નજીક ચાલતી સાઇટના કામ માટે 250 ટન સળીયાની જરૂર હોવાનુ કહી રૂ.9.21 લાખની કીંમતના 20 ટન સળીયા મંગાવી દોઢ માસ સુધી પૈસા ન ચુકવી બારોબારીયુ કરી જતા વેપારીએ શખ્સ સામે ફરિયાદ નોધાવી હતી.

ડીસાના હવાઇ પિલ્લર નજીક આવેલી મધુકુંજ સોસાયટીમા રહેતા ધર્મેન્દ્રભાઇ શંકરલાલ પટેલ ડીસામા સોમનાથ સ્ટિલ ટ્રેડર્સની દુકાન ધરાવે છે.ત્યારે 22 જાન્યુઆરીએ વેપારી ધર્મેન્દ્રભાઇના ફોન પર હીતેશ શાહ નામના શખ્સે ફોન કરી પોતે એલ.એન્ડ.ટી હાઇડ્રો કાર્બન એન્જી.લી વાઘોડીયા રોડ વડોદરાનો મેનેજર હોવાની ઓળખાણ આપી ભીલડી ખાતે ટોલ પ્લાઝા પાસે સાઇટ ચાલુ છેનુ બહાનુ બનાવી સાઇટ પર 250 ટન સળીયાની જરૂર હોવાનુ કહ્યુ હતુ.અને 20 ટન સ‌ળીયા પહોચાડવા પૈસા બીજે દિવસે આપવાનુ કહી ઓર્ડર આપી દીધો હતો.જો કે 25 જાન્યુઆરીએ સળીયાની ડિલિવરી થઇ ગયા બાદ તે જ દિવસે હિતેશ શાહે વેપારીને ફોન કરી ત્રણ ટન વાયર મંગાવ્યા હતા.જો કે વેપારીએ વાયર મેળવવા સિધ્ધપુરના વેપારીનો સંપર્ક કરતા સિધ્ધપુરના વેપારીએ ઓર્ડર મળેલી કંપની ઠગ હોવાની જાણ કરી હતી.જે બાદ વેપારી 26 જાન્યુઆરીએ સાઇટ જોવા ગયો તો સાઇટ પર સળીયા પડ્યા જ ન હતા.જેને લઇ વેપારીએ હિતેશ શાહ પાસે પૈસાની ઉઘરાણી કરીતો વાયદા બતાવી ફોન સ્વીચ ઓફ કરી દોઢ માસ સુધી સળીયાના રૂ.9,21,567 ન ચુકવી છેતરપીંડી કરી જતા વેપારી ધર્મેન્દ્રભાઇએ એલ.એન્ડ.ટી હાઇડ્રો કાર્બન એન્જી.લી વાઘોડીયા રોડ વડોદરાના મેનેજર હિતેષ શાહ સામે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ
હાથ ધરી હતી.

વડોદરાની એલ.એન્ડ.ટી હાઇડ્રો કાર્બન એન્જી.લિમીટેડથી મેનેજર બોલુ છુ કહી સળિયાનો ઓર્ડર આપ્યો હતો,વેપારીએ ફરિયાદ નોંધાવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો