તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માલગઢ ખાતે શેઠ શ્રી એલ.એચ.માળી આદર્શ હાઇસ્કૂલમાં આર્ટ ઓફ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માલગઢ ખાતે શેઠ શ્રી એલ.એચ.માળી આદર્શ હાઇસ્કૂલમાં આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા યોગ મહોત્સવનો ગુરુવારથી પ્રારંભ કરાયો છે. જેમાં આંતરરાષ્ટ્રીય યોગગુરુ શૈલેષજી રાઠોડ યોગ પ્રાણાયામ, ધ્યાન અને વિવિધ શારિરીક કસરતોનું માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. ગામે-ગામથી 500 જેટલા યોગ સાધકો યોગ મહોત્સવમાં ઉમટી પડ્યા હતા.

આ યોગ મહોત્સવમાં યોગગુરુ શૈલેષજી રાઠોડે જણાવ્યું હતું કે, યોગ દ્વારા આંતરિક ઉર્જામાં વધારો કરો.યોગ આપણી શક્તિઓને જોડે છે. માનશિક શક્તિ માટે યોગ જરૂરી છે. ગ્રામ્ય વિસ્તારનાં લોકો ખેતીવાડી સાથે સંકળાયેલા હોય છે. શારિરીક શ્રમ હોય છે.

ત્યારે તેઓ માટે યોગ કેમ જરૂરી છે તે વિશે યોગગુરુ શૈલેષજી રાઠોડે જણાવ્યું હતું કે શારિરીક શ્રમની સાથે-સાથે માનસિક શાંતિ પણ જરૂરી છે. પહેલા ગામડનાં લોકો ભેગા રહેતા, સંયુક્ત કુટુંબ હતું. તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...