અરવલ્લી પાેલીસ વડાએ ત્રણ PSIની બદલી કર્યા બાદ રદ કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરવલ્લી જિલ્લામાં પાેલીસબેડામાં કઇક સારૂ ન થતું હાેવાની ચર્ચાઅાે ઉઠી છે. જિલ્લાના ત્રણ પાેલીસ અધિકારીઅાે ની બદલીઅાે બાદ તુરંત જ અા બદલીઅાે રદ કરવાનાે હુકમ ખુદ પાેલીસવડા દ્વારા જ કરવામાં અાવ્યાે છે.

અા અંગે પાેલીસ સુત્રાે પાસેથી મળેલ માહિતી મુજબ ગુરૂવારના રાેજ જિલ્લા પાેલીસવડા મયુરભાઇ પાટીલ દ્વારા ત્રણ પાેલીસ અધિકારી ને બદલવાનાે હુકમ કર્યાે હતાે.જેમાં બાયડ પાેલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પી.ડી.રાઠાેડ ને મેઘરજ પાેલીસ સ્ટેશન,વી.અેન.પટેલીયા ને ઇસરીથી અેલ.અાઇ.બી શાખા તથા કે.ડી.બ્રહ્મભટ્ટ ને લી.રી કન્ટ્રાેલરૂમ અેલ.અાઇ.બી શાખાથી ઇસરી પાેલીસ સ્ટેશને મુકવાનાે હુકમ કર્યાે હતાે.પરંતું કઇ સારૂ ન હાેવાને લઇ પાેલીસબેડામાં અા બદલીઅાે ને લઇ ચર્ચાઅાે ઉઠી હતી.તુરંત જ પાેલીસવડાઅે શુક્રવારના ના રાેજ મેસેજ નંબર 2014 દ્વારા 9-5-2019 થી કુલ ત્રણ પાેલીસ અધિકારીઅાેની બદલી અંગેનાે હુકમ રદ કરતાે બીજો હુકમ કરતાં હલચલ મચી છે. અેક જ દિવસમાં બદલીઅાે રદ થતાં પાેલીસબેડામાં કઇક રંધાતુ હાેવાની ચર્ચાઅાે અે જાેર પકડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...