સેંટ ઝેવિયર્સ હાઇસ્કૂલમાં એપ્રિલ ફૂલની અનોખી રીતે ઉજવણી થઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ| સામાન્ય રીતે તારીખ 1લી, એપ્રિલને એપ્રિલફુલ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ કલોલમાં આવેલ સેંટ ઝેવિયર્સ હાઇસ્કુલમાં નવી વિચારધારા અંતર્ગત એપ્રિલફુલની અનોખીરીતે ઉજવણી કરી હતી. વિધાર્થિઓ દ્વારા શાળાને છોડ અર્પણ કરીને એપ્રિલને કુલ બનાવવા સંદેશો આપ્યો હતો. આ ઉજવણી માટે શાળાના આચાર્ય ફાધર નિકસન એસ.જે.એ વિધાર્થીઓને નવતર પ્રયોગ દ્વારા પર્યાવરણનું જતન કરવા, ગ્લોબલ વોર્મીંગ અટકાવવા, વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...