તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓરાણ શાળા નં-1માં મહિલા આચાર્યની બદલી મોકૂફ રાખવા ગ્રામજનોનું આવેદન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજના અોરાણની શાળા નંબર -1 ફરજ બજાવતા મહિલા અાચાર્યની બદલી રોકવા અોરાણ ગ્રામજનોઅે પ્રાંતિજ ધારાસભ્યને અાવેદનપત્ર અાપ્યુ હતુ. બદલી કરશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી હતી.

પ્રાંતિજના ઓરાણમાં શાળા નંબર એકમાં ફરજ બજાવતા મુખ્યશિક્ષક ઉષાબેન પરમાર છેલ્લા બે વર્ષથી ફરજ બજાવે છે. મુખ્ય શિક્ષકોની બદલી થવાનો પરિપત્ર જાહેર થતાં ઓરાણના શિક્ષિકા ઉષાબેનની બદલી થવાની જાણ ગ્રામજનો અને અગ્રણીઓને થતા બદલી ન કરવા માટે શાકિર હુસેન માજી સરપંચ, રહીશભાઈ વકતુંસિંહ મકવાણા તેમજ તમામ સમાજના આગેવાનો ધારાસભ્ય ગજેન્દ્રસિંહને આવેદનપત્ર અાપ્યુ હતુ અને જો બદલી કરવામાં અાવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

આચાર્યની બદલી રોકવા આવેદન અપાયું.કાળુસિંહ રાઠોડ

અન્ય સમાચારો પણ છે...