તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેત સહકારી મંડળીઓ બનાવી વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા ઊંઝા APMC ખેડૂતોને સહાય આપશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝા તાલુકાના સરપંચોનું નૂતન વર્ષ સ્નેહમિલન સમારંભ ઊંઝા એપીએમસી હૉલમાં યોજાયો હતો.

એપીએમસી ચેરમેન દિનેશભાઇ પટેલે જણાવ્યું કે, ઉ.ગુ.ના ખેડૂતોનું હોલ્ડિંગ ઘણું નાનું હોવાથી વૈજ્ઞાનિક ખેતી થઈ શકતી નથી. ક્લસ્ટર ફાર્મિંગ નેજા હેઠળ 100થી 200 વીઘા વિસ્તારની ખેત સહકારી મંડળી બનાવી વૈજ્ઞાનિક ઢબે ઓર્ગેનિક ખેતી કરવા માટે માર્ગદર્શન અને સહાય પૂરી પાડવાનો નવતર પ્રયોગ હાથ ધરાયો છે. આ ભગીરથ કાર્યમાં દરેક ગામના સરપંચો સહકાર આપે એમ જણાવ્યું હતું.

જેમાં ધારાસભ્ય ડો.આશાબેન પટેલ, એપીએમસી ચેરમેન દિનેશભાઇ પટેલ, વાઇસ ચેરમેન શિવમભાઈ રાવલ, ઉનાવા એપીએમસી ચેરમેન ભીખાભાઇ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વિપુલ પટેલ અને સામાજિક આગેવાન ધર્મેન્દ્રભાઈ પટેલનું સન્માન કરાયું હતું. ધારાસભ્યએ સરપંચોને સરકાર તરફથી મળતી તમામ સહાય તેમજ ગામડાઓના વિકાસ માટે તત્પર હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...