તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અરવલ્લી, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ફરી માવઠાથી કિસાનોમાં ચિંતા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અપરએર સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરના પગલે સોમવારે મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સવારે ભારે ધુમ્મસ છવાયું હતું. બનાસકાંઠા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં છૂટાછવાયા કમોસમી વરસાદના છાંટા પડતાં ખેડૂતોનો જીવ ફરી તાળવે ચોંટયો હતો.

અરવલ્લી જિલ્લામાં મોડાસા સહિત ગ્રામ્ય પંથકમાં સોમવારે બપોરે છૂટાછવાયા છાંટા પડયા હતા. પાટણ જિલ્લામાં રાધનપુર- સાંતલપુર પંથકના રોઝુ, રાજુસરા, અગીચણા, ગોતરકા, ધોરકડા, છાણીયાથર સહિતના ગામોમાં કમોસમી વરસાદના છાંટા પડતાં જીરામાં કાળિયો, રાઇમાં મોલોમસી, વરિયાળીમાં ચરમી, કપાસમાં ગુલાબી ઇયળ અને ચણામાં ઈયળનો ઉપદ્રવ થવાની શક્યતાને પગલે ખેડૂતો ચિંતિત બન્યા છે.બનાસકાંઠા જિલ્લામાં લાખણી, વાવ, ભાભર, દિયોદર, થરાદ, ભાભર પંથકમાં વરસાદી માહોલ છવાયો છે અને ઝરમર વરસાદ વરસ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો