તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજયનગર તા.પ્રા.શિક્ષક મંડળીની વાર્ષિક સભા મળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગર : વિજયનગર તાલુકા પ્રાથમિક શિક્ષક મંડળીની વાર્ષિક સાધારણ સભા મંડળીના સભા ખંડ ખાતે યોજવામાં આવી હતી. શિક્ષક સંઘ ના પ્રમુખ મહેન્દ્રભાઈ એસ.નિનામાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. વયનિવૃત થયેલ શિક્ષકો જિલ્લા તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકો તરીકે શ્રેણીક કુમાર કે.શાહ,ચંદુલાલ કે.પટેલ તથા અરવિંદાબેન ખરાડીનું મોમેન્ટો તથા ફુલહારથી સન્માન કરાયું હતુ. નવીન હોદ્દેદારો ચૂંટણીપંચના અઘ્યક્ષ એમ.આર.રણાવત તથા મંત્રી સુભાષચંદ્ર રાઠોડનું સારી કામગીરી બદલ સન્માન કરાયુ હતુ. નિવૃત શિક્ષકો પૈકી રવિશંકર ત્રિવેદી તથા આર.ડી.પટેલ, શ્રેષ્ઠ શિક્ષક અરવિંદાબેન ખરાડીએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. મંડળીના ચેરમેન કાંતિલાલ એન.વણગઈ દ્વારા સભાને સંબોધન કરીને વર્ષ દરમિયાનની કરેલ કામગીરીથી વાકેફ કરાયા હતા.આંતરિક ઓડિટર તરીકે કે.બી.પંચાલ સામતેલા પ્રા.શાળા તથા બી.પી.ડાભી ચિઠોડા-૧ પ્રા.શાળાની નિયુક્તિ કરાઇ હતી. સંચાલન મંડળીના સેક્રેટરી દલજીભાઈ સોલંકી અને કોમ્પ્યુટર ઓપરેટર ગીરીશભાઈ પટેલે કર્યું હતુ. કાર્યક્રમને સફળ બનાવવા માટે સતિષભાઈ કટારા, કાળુભાઇ પટેલ, અશોકભાઈ નિનામા, મેહુલભાઈ પટેલ,સી.કે.પટેલ તેમજ મંડળીના કર્મચારીઓ ધીરેન પંચાલ,દિનેશભાઇ કટારા,ભરતભાઈ ભુધરા એજહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...