તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગરની અાદર્શ સ્કુલમાં વાર્ષિકોત્સવ યોજાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસનગર શહેરમાં અાવેલ અાદર્શ વિદ્યાલય ખાતે વાર્ષિકોત્સવ, તેજસ્વી તારલાઅોનો ઇનામ વિતરણ તેમજ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઅોના વિદાય સમારંભનું અાયોજન કરવામાં અાવ્યું હતું. જેમાં અાંજણા કેળવણી મંડળના પ્રમુખ કાનજીભાઇ કે.ચાૈધરી,મહેસાણા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મંજુલાબેન ચાૈધરી, ડો.કનુભાઇ ચાૈધરી, પીઅેસઅાઇ જી.અેલ.ચાૈધરી, અાંજણા યુવક મંડળના પ્રમુખ અાનંદભાઇ પટેલ, મંત્રી વિરસંગભાઇ ચાૈધરી, સહિતના અગ્રણીઅો હાજર રહ્યા હતા. જેમાં વિદ્યાર્થીઅો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે પ્લાસ્ટીક ડાન્સ, બેટી બચાવો, રાની લક્ષ્મીબાઇ સહિતના કાર્યક્રમો કરવામાં અાવ્યા હતા જ્યારે તેજસ્વી વિદ્યાર્થીઅોને ઇનામ અાપી પ્રોત્સાહિત કરાયા હતા જયારે વિદાય લેતા વિદ્યાર્થીઅોને શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન લવજીભાઇ ચાૈધરી અને કોકીલાબેન ચાૈધરીઅે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો