તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાનેરાની ધ નેશનલ સ્કૂલમાં વાર્ષિકોત્સવની ઊજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાનેરા | ધાનેરાની ધ નેશનલ સ્કૂલમાં વાર્ષિક ઉત્સવ યોજાયો હતો. જેમાં જિલ્લા શિક્ષણાધિકારી એચ.એલ.રાવલ, ડૉ.ભરતભાઇ પ્રજાપતિ, માલોત્રાના હરજીભાઈ પટેલ, સ્કૂલના એમ.ડી.નરપતસિંહ વાઘેલા, માદક મંત્રી જગદીશભાઈ પટેલ તેમજ સ્કૂલના આચાર્ય તેમજ અન્ય મહાનુભવોએ શહિદોને અંજલી આપીને કાર્યક્રમનો દિપ પ્રગટાવ્યો હતો. જેમાં સ્કૂલમાં સારી કામગીરી તેમજ અગ્રસ્થાને રહેલા વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવ્યા હતા અને સ્પોર્ટ્સ ડે માં વાલીઓને ઇનામ આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સ્કૂલનો શિક્ષણ સ્ટાફ, વાલીઓ તેમજ વિદ્યાર્થી ભાઇ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.વિદ્યાર્થીઓને ધ નેશનલ સ્કૂલના એમ.ડી.નરપતસિંહ વાઘેલાએ અભિનંદન આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો