તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસામાં 5 ગામ લેઉવા પાટીદાર સમાજનું સ્નેહમિલન યોજાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજ ડીસાનો સોળમો સ્નેહમિલન તેમજ સમાજના તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ અને સન્માન સમારોહ રવિવારે ડીસા ખાતે યોજાયો હતો.

ડીસા-પાટણ હાઇવે પર આવેલ શુભમ પાર્ટી પ્લોટ ખાતે પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજનો સોળમો સ્નેહમિલન અને સમાજના તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ અને સન્માન સમારોહ રવિવારે સમાજના અગ્રણી રણછોડભાઈ સવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં સમાજમાં વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનાર વ્યક્તિઓ અને નિવૃત કર્મચારીઓનું વિશેષ સન્માન કરાયું હતું. ધોરણ-1 થી 12ના તેજસ્વી તારલાઓના ઇનામ દાતા તરીકે ડીસા શહેર સમાજ, હસમુખભાઈ મોહનભાઇ પટેલ, ડાહીબેન દેવચંદભાઈ પટેલ, વિમળાબેન લલ્લુભાઈ પટેલ રહ્યા હતા. જ્યારે ભોજન દાતા તરીકે પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજ ડીસા શહેર દ્વારા રાખ્યું હતું. પ્રમુખ ચિરાગભાઈ પટેલ અને મંત્રી હસમુખભાઈ પટેલ સહિત હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. સમાજના આગામી વર્ષના પ્રમુખ તરીકે અનિલભાઈ પટેલ અને મંત્રી તરીકે કીર્તિભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો