તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડાયવર્ઝન વગર રોડનું કામ ચાલતું હોવાથી અકસ્માત સર્જાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેનાવાથી ધાનેરા તરફ ગુરુવારે એક સ્વીફ્ટ કારના ચાલકે સ્ટ્રેયરીંગનો કાબુ ગુમાવી કાર નાળાની સંરક્ષણ દિવાલ સાથે ટકરાઇ હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવીને ગાડીમાં ફસાયેલા લોકોને બહાર નીકળ્યા હતા. જેમાં 1નું મોત નિપજ્યું હતું.

ધાનેરાથી નેનાવા રોડ નવો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા કોઇજ પ્રકારનું ડાયવર્ઝન આપ્યું નથી અને રોડ ઉપર એટલી બધી ધૂળની ડમરીઓ ઉડી રહી છે કે સામેથી આવતું વાહન પણ દેખાતું નથી. ત્યારે ગુરુવારે નેનાવાથી ધાનેરા તરફ એક સ્વીફ્ટ કાર આવી રહી ત્યારે ધૂળની ડમરીઓને લઇ આગળ કઇજ ન દેખાતા ડ્રાયવર સ્ટ્રીયરીંગનો કાબુ ગુમાવી બેઠો હતો અને કાર નાળાની સંરક્ષણ દિવાલ સાથે ધડાકા સાથે ટકરાઇ હતી. જેને લઇ સ્થાનિકો દોડી આવી ગાડીમાં ફસાયેલા લોકોને બહાર નીકળ્યા હતા. સ્થાનિકોએ ધાનેરા 108 ને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ઘાયલોને સારવાર અર્થે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્યારે સારવાર દરમિયાન લીલાભાઈ વાલાભાઇ રબારી (ઉં.વ.55, રહે.ખેરોલા, તા.લાખણી) નું મોત નીપજ્યું હતું. જ્યારે પોપટભાઈ લાવજીભાઈ માજીરાણા, રમેશભાઈ લીલાભાઈ રબારી, વગતાજી સોનાજી ભીલ, સુજાભાઈ સોનાજી ભીલ (તમામ રહે.ખેરોલા)વધુ સારવાર અર્થે આગળ રીફર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...