સરસ્વતીના વારેડા ગામે ખેતરમાં ત્યજી દીધેલ નવજાત શિશુ મળ્યું, સારવાર માટે ધારપુર સિવિલમાં ખસેડાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરસ્વતીના વારેડા ગામે સવારે 6 વાગ્યાના અરસામાં ગામની સીમમાં આવેલા ખેતરમાં કોઈએ ત્યજી દીધેલી નવજાત શિશુ જોવા મળતા ખેતરના માલિકે સરપંચને જાણ કરી હતી અને સરપંચે 108ને જાણ કરતા પાયલોટ જયસિંહ રાઠોડ અને ઇએમટી ધમેન્દ્ર ગોસ્વામીએ સારવાર અર્થે ધારપુર સિવિલમાં ખસેડ્યું હતું અને સારવાર બાદ શિશુની સ્વાસ્થ્ય તંદુરસ્ત જોવા મળી હતી. આ અંગે વાગડોદ પોલીસે ગુનો નોધીને તપાસ હાથ ધરીને નવજાત શિશુ (છોકરો)ના વાલીવારસની શોધી રહી છે.શિશુને રઝળતું મૂકી દેતા ફીટકારની લાગણી જોવા મળી હતી. તસવીર-જેણાજી ઠાકોર

અન્ય સમાચારો પણ છે...