તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમીરગઢ | અમીરગઢની સરકારી વિનિયન કોલેજમાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમીરગઢ | અમીરગઢની સરકારી વિનિયન કોલેજમાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર પ્રેરિત એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ શુક્રવારે યોજવામાં આવ્યો હતો. જેનો વિષય ગુજરાત, રાજસ્થાન આદિજાતી લોક મહાકાવ્ય અને મૌખિક આખ્યાન હતો. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે આદિજાતી લોક સાહિત્યના વિદ્વાન સંશોધક ડો. ભગવાનદાસ પટેલ હતા. વિશિષ્ટ અતિથિ તરીકે ભૂતપુર્વ આચાર્ય ડો.એન.આર.ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. તજજ્ઞ વક્તાઓમાં રાજસ્થાનથી ડો.કૃષ્ણ જૂગનું તથા ઉપેન્દ્ર અણુએ વિદ્વતા પૂર્ણ વક્તવ્ય આપ્યું હતું. રાજસ્થાનના વીર રસના ખ્યાતનામ કવિ હિમતસિંહ ઉજ્જવલજીએ કાવ્ય પઠન કર્યું હતું. આ પરીસંવાદની નિર્ધારીત બેઠકો યોજાઇ હતી. જેમાં ત્રીજી બેઠકમાં સંશોધકોએ પોતાના સંશોધનપત્રો રજૂ કર્યા હતા. આ સમગ્ર પરિસંવાદનું આયોજન ડો. વી.એ.ચૌધરીએ આચાર્ય એન.બી.રાવલના માર્ગદર્શન હેઠળ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો