તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમીરગઢ | બનાસકાંઠા જિલ્લા ભાજપના ડોકટર સેલ દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમીરગઢ | બનાસકાંઠા જિલ્લા ભાજપના ડોકટર સેલ દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયના સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન 17 મી સપ્ટેમ્બરથી પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ 25મી સપ્ટેમ્બર દરમ્યાન દરેક વિધાનસભા મત વિસ્તારોમાં રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં પાલનપુરના હરિપુરા અને ગઠામણ ગામ, વડગામના ભાંગરોડીયા અને વણસોલ, દાંતાના જૂનીરોહ તેમજ અમીરગઢ ખાતેના જુનિરોહ યોજાયા હતા. આ કેમ્પોમાં ફિઝિશિયન ડો.સુરેન્દ્રભાઈ ગુપ્તા ઉપરાંત ડો.નિરંજનભાઇ મોઢ, ડો.નરેન્દ્રભાઈ ગુપ્તા, ડો.અમિતભાઈ વૈદ, ડો.રામકૃષ્ણ દરજી, ડો.હસમુખભાઈ જોલી, ડો.શિવમભાઈ જોશી, વૈભવ ગઢવી, કોમલ ખત્રી સહિત અન્ય તબીબો તેમજ જે તે ગામના અગ્રણીઓ અને સરપંચ સહિત ડેપ્યુટી સરપંચનો પણ સહયોગ આપ્યો હતો. અમીરગઢ ખાતે યોજાયેલ કેમ્પમાં જયંતીભાઇ પઢીયાર, રામલાલ મીણા, મુસતાકભાઇ તેમજ અન્ય ભાજપ અગ્રણીઓએ ઉપસ્થિત રહ્યા હતા. રામલાલ મીણા

અન્ય સમાચારો પણ છે...