તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમીરગઢ| અમદાવાદ સાબરમતી જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો દિતાભાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમીરગઢ| અમદાવાદ સાબરમતી જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો દિતાભાઈ ઉર્ફે દિનેશભાઇ લાલાભાઈ અંગારી 17 એપ્રિલ-2016ના રોજ પેરોલ પર છૂટ્યા બાદ નાસતો ફરતો હતો. જેને લઇ અમીરગઢ પોલીસે બાતમીના આધારે અમીરગઢ તાલુકાના ભેદલા ગામના દિતાભાઈ ઉર્ફે દિનેશભાઇ લાલાભાઈ અંગારીને ઝડપી લેવા રવિવારે પાલનપુર તાલુકાના માલણ નજીક જડિયાલી ગામના અંતરીયાળ ડુંગર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી ઝડપી લીધો હતો. જે બાદ આરોપીને પાલનપુર જિલ્લા જેલમાં મોકલી આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...