તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંબાજી| નવરાત્રીની રવિવારથી શરૂઆત થતાં યાત્રાધામ અંબાજી ખાતે મંદિરમાં વૈદીક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંબાજી| નવરાત્રીની રવિવારથી શરૂઆત થતાં યાત્રાધામ અંબાજી ખાતે મંદિરમાં વૈદીક મંત્રોચ્ચાર સાથે ઘટ્ટસ્થાપન કરાયુ હતુ.ત્યારે નવરાત્રીની શરૂઆત થતા જ મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ ઊમટી હતી.અને સમગ્ર મંદિર પરીસર જય જય અંબે ના નાદે ગુંજ્યુ હતુ.મંદિરનાં મુખ્ય ભટ્ટજી મહારાજ તન્મયભાઇ ઠાકર દ્વારા આ ઘટસ્થાપનની નવદિવસ અંખડ પૂજા કરાશે.વર્ષ દરમિયાન ચૈત્રી અને આસોની નવરાત્રી મનાવવામાં આવતી હોય છે.પરંતુ આસો મહિનાની નવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે.ખેલૈયાઓ પણ 9 દિવસ રાત્રે ચાચરચોકમાં ગરબા રમી માતાજીની આરાધના કરશે.જોકે ઘટસ્થાપનમાં વાવવામાં આવતાં જવારા નવદિવસ માં કેટલા ઉગે છે.તેના ઉપરથી અંબાજીનો વિકાસ કેટલો થશે તેનો અંદાજ નિકળતો હોવાની માન્યતા રહેલી જોવા મળે છે.આ સંદર્ભે ભટ્ટજી મહારાજ દ્વારા રાજ્યના વિકાસની પણ પ્રાર્થના કરાઇ હતી. તસ્વીર જગદીશ જોશી

અન્ય સમાચારો પણ છે...