આકરી ગરમી છતાં કડીમાં આજે સવારે 7થી 10 કલાકનો વીજકાપ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડી વીજ કંપની દ્વારા કરણનગર રોડ સ્થિત નારાયણનગર ફીડરનું મેન્ટેનન્સ ગુરુવારે હાથ ધરવાનું હોઈ વીજ પુરવઠો સવાર 7થી સાંજના સુધી 5 એટલે કે 10 કલાક બંધ રાખવાના નિર્ણયને લઈ હાલમાં પડી રહેલી 42 ડિગ્રી ગરમીથી તોબા પોકારી ગયેલા શહેરીજનોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે.

સમગ્ર ઉ.ગુ.ની સાથે કડીમાં પણ 41 ડિગ્રી તાપમાને શહેરીજનો શેકાઈ રહ્યા છે. બપોરના 12થી સાંજના 4 કલાક સુધી શહેરીજનો ઘરોમાં પુરાઈ રહે છે. વીજકાપ અંગે SMSથી ગ્રાહકોને જાણ કરાઈ છે. શહેરમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાની રાડ ઉઠી છે.

કરણનગર રોડ પર નારાયણનગર ફીડરનું મેન્ટેનન્સ હાથ ધરવાનું હોઈ આખો દિવસ વીજકાપ દલાયો
અન્ય સમાચારો પણ છે...