ભાભર | ભાભર નજીક આવેલ રાધે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે જિલ્લા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાભર | ભાભર નજીક આવેલ રાધે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ સચિવ બી.કે.ત્રિવેદી, નાયબ કલેકટર, જિલ્લા ડાયટના એમ.જે.નાગપુર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે.પી. પ્રજાપતિ, ટિપીએ અશ્વિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બનાસકાંઠા જિલ્લાની શાળાઓ દ્વારા 185 કૃતિઓ રજૂ કરાઇ હતી. જિલ્લાની 122 શાળાઓએ વિજ્ઞાન મેળામાં ભાગ લીધો હતો. વિજ્ઞાન મેળામાં આવેલ બાળ વૈજ્ઞાનિકોને શાળા તરફથી વિજ્ઞાન મેળામાં ભાગ લેનાર બાળકોને સ્કુલ બેગ ટોફી શિડયુલ પ્રમાણપત્રનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમનું સમાપન સમય જિલ્લા ડાયટના આચાર્ય એમ.જે.નાગોરીએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...