તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરમપુર ગામે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કડી : ધરમપુર ગામે ધરમપુર યુવા ફાઉન્ડેશન અમદાવાદ તથા ધરમપુર યુથ ફાઉન્ડેશન, ગૃપ કેળવણી ઉત્તેજક મંડળ તેમજ ગ્રામપંચાયતના સહયોગથી ટી.ઓ.પટેલ સર્વોદય હાઈસ્કૂલમાં આજુબાજુના ગામ સહિતના લોકોની હેલ્થ ચેકઅપ માટે મેડિકલ કેમ્પનું આયોજનમાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં 25થી વધુ ડોક્ટરોની ટીમ હાજર રહી તેમની સેવાઓ આપી હતી.જેમાં દર્દીઓને દવાઓ તેમજ બ્લડ ટેસ્ટિંગ મફતમાં કરી અપાતું હતું. આ કેમ્પમાં ધરમપુર, ભાલઠી, મહારાજપુરા, કોરડા સહિતના ગામના આશરે 600 જેટલા લોકોએ લાભ લીધો હતો. ટી.ઓ.પટેલ સર્વોદય હાઈસ્કૂલના પ્રમુખ ટી.આર.પટેલના માર્ગદર્શન હેઠળ યુવા ટીમે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સખત જહેમત ઉઠાવી હતી. દર્દીઓને વિનામૂલ્યે ચેકઅપ કરી જરૂરી દવાઓ પણ આપી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો