તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અરવલ્લી જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં તમામ ડિરેક્ટર્સ બિનહરીફ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અરવલ્લી જિલ્લા સહકારી સંઘ,મોડાસાની 2020ની સામાન્ય ચૂંટણીમાં જુદા જુદા વિભાગોમાંથી વ્યવસ્થાપક કમિટીના તમામ 10 ડિરેક્ટરો બિન હરીફ ચૂંટાઈ આવ્યા છે. જિલ્લા સંઘના ચૂંટણી સત્તાધિકારી અને મોડાસાના નાયબ કલેકટર મયંકભાઈ પટેલે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં જિલ્લાના 6 તાલુકાના 6 પ્રતિનિધિઓ,તાલુકા સંઘો અને સહકારી જીન વિભાગના બે પ્રતિનિધિઓ અને નાગરીક બેક-ક્રેડિટ સોસાયટી વિભાગના બે મળી કુલ દસ ડિરેક્ટરો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.13-3-2020ના રોજ ઉમેદવારી ફૉર્મ પરત ખેંચવાના દિવસ -સમયને અંતે દસ બેઠકો માટે દસ જ ઉમેદવારી ફોર્મ રહેતાં અરવલ્લી જિલ્લા સહકારી સંઘના ચૂંટણી સત્તાધારી મયંકભાઈ પટેલ દ્વારા તમામ દસ ડિરેક્ટરો બિન હરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.

અરવલ્લી જિલ્લાની આ સહકારી સંસ્થામાં બિન હરીફ ચૂંટાયેલા દસ ડિરેક્ટરોમા પ્રભુદાસ પુંજાભાઈ પટેલ (મોટી ઇસરોલ), ભીખાજી દુધાજી ડામોર (બાંઠીવાડા,મેઘરજ), જગદીશભાઈ શામજીભાઈ પટેલ (વડાગામ-ધનસુરા), શામળભાઈ મુલચંદભાઈ પટેલ (જીતપુર-મહાદેવગ્રામ) તા.મોડાસા), રાજેન્દ્રકુમાર જેઠાભાઈ પટેલ (ભેસાવાડા-ધનસુરા), બાબુભાઇ મથુરભાઈ પટેલ (ચોઈલા-બાયડ) રાજેન્દ્રસિંહ નહારસિંહ ભાટી (ટોરડા-ભિલોડા) ગુલાબચંદભાઈ ધીરુભાઈ પટેલ, (મુનાઈ-ભિલોડા) હસમુખભાઈ રામાભાઇપટેલ (પાદર-માલપુર) અને વિનોદભાઈ કેશાવલાલ શાહ (મોડાસા)નો સમાવેશ થાય છે. બિન હરીફ ચૂંટાઈ આવેલા તમામ ડિરેક્ટરોને અરવલ્લી -સાબરકાંઠાના સહકારી અગ્રણીઓએ અને સહકારી ક્ષેત્રના કાર્યકરોએ તથા સમર્થકોએ હાર્દિક અભિનંદન સાથે શુભકામના પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો