તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઐઠોરનો વરતારો, વરસાદ વહેલો અને સારો પડશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝા તાલુકાના ઐઠોર ગામે ગણપતિ દાદાના મંદિરે ભરાયેલો ત્રિદિવસીય શુકનમેળો મંગળવારે સંપન્ન થયો હતો. છેલ્લા દિવસે ભારતભરમાંથી રામી/માળી ભાઈઓ દ્વારા લવાયેલાં વિવિધ ફૂલોનું નિજમંદિર ખરવાડમાં શુકન કમિટીએ અર્થઘટન કર્યું હતું. તે મુજબ વર્ષ એકંદરે શાંતિમય રહેશે. વરસાદ વહેલો અને સારો રહેશે. વર્ષ ૧૨ આની રહેશે, મોંઘવારી વધશે અને રાજકારણમાં શાંતિ રહેશે.

ચૈત્ર સુદ ત્રીજને દિવસે ગામના નાયક ભાઈઓએ ઘૂઘરા બાંધ્યા ત્યારથી ગામની ઘંટીઓમાં દળવાનું, બળદગાડા જોતરવાનું અને ઘરમાં તળવાનું બંધ થઇ ગયું હતું ,જે બુધવારથી રાબેતા મુજબ થશે. મેળા દરમિયાન રેણુથી સર્જિત ડાબી સૂંઢવાળા દુંદાળા ગણેશ મહારાજના દર્શનનો એક લાખથી વધુ ભક્તોએ લ્હાવો લીધો હતો. ભક્તો દ્વારા નિજ મંદિરમાં 300 મણથી વધુ અલગ-અલગ ધાન્ય દાદાને અર્પણ કરાયુ હતુ. જેમાંથી ભક્તોની શ્રધ્ધાએ સાત ધાન્ય એકઠા કરી વર્ષ દરમિયાન (આવતી ચૈત્ર સુદ ત્રીજ થી પાંચમ સુધી ) પોતાની પ્રગતિ માટે ઘરે દેવસ્થાનમાં મુકવા લઇ ગયા હતા. ગામના નાયક ભાઈઓએ રાત્રી ભવાઈ થકી સમાજને બોધપાઠ મળે એવા નાટકો પ્રસ્તુત કર્યા હતા. આવેલું ધાન્ય વર્ષ દરમિયાન પંખીઓને ચણ નંખાશે.

ઐઠોરના મેળામાં વરતારો જોવામાં આવ્યો હતો. તસવીર-વિજય શુક્લ

અન્ય સમાચારો પણ છે...