તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદના માૈનીબાબાની રાજસ્થાનની દંડવત યાત્રા 85 દિવસે સિદ્ધપુરમાં પહોંચી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદના કાંકરિયા સ્થિત દાદુ ધામ હનુમાન મંદિરના મહંત મૌની ચેતનદાસ બાપુ જેઅો વિશ્વ કલ્યાણ અર્થે દંડવત નમસ્કાર કરતા અમદાવાદથી રાજસ્થાનની યાત્રા પર નીકળ્યા છે તેઅોની યાત્રા સિદ્ધપુર ધાર્મિક નગરી ખાતે પધારતાં ભવ્ય અાવકાર અપાયો હતો.

મહંત મૌની ચેતનદાસ બાપુ વિશ્વ કલ્યાણ અર્થે અમદાવાદથી રાજસ્થાનના કરડાલા ગામ સુધી દંડવત કરતા નીકળેલ છે જે આશરે અમદાવાદથી ૭૧૧ કિલોમીટરની યાત્રા છે .ગત 15 ઓક્ટોબરે યાત્રા શરૂ કરી છે અને આશરે બે વર્ષે કડા ધામ નિવાસ સ્થાને પહોંચશે.85 દિવસે તે સિધ્ધપુર નગરે પહોંચી હતી. મૌની ચેતનદાસજી બાપુ જે 22 વર્ષ મૌન રહેવાના છે તેમની ટેકને નવ વર્ષ પૂર્ણ થયા છે. યાત્રા ત્રણ દિવસથી સિદ્ધપુર શહેર માંથી પસાર થઇ રહી છે ત્યારે શહેરના ધર્મપ્રેમી લોકો બાપુની સેવામાં હાજર રહે છે. શુક્રવારે બાપુનું રોકાણ સિદ્ધપુરના બિંદુ સરોવરના ગોર એવા કિરણભાઈ શાસ્ત્રીના ભગવાન હાઉસમાં રાખવામાં અાવ્યું હતું જયાં કિરણભાઈ શાસ્ત્રી દ્વારા મંત્રોચ્ચારથી બાપુનું સ્વાગત કર્યું હતું અને લોકોએ દર્શનનો લાભ લીધો હતો. રશ્મિન દવે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો