તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ વાત્રક કોલોની બસ બંધ કરવાની હિલચાલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ વાત્રક કોલોની વર્ષો જૂના એસટી રૂટને માલપુરના હેલોદર સુધી લંબાવવામાં આવ્યો છે. પરિણામે વાત્રક કોલોની શખવાણિયા જાલમખાંટ પંથકના ગામડાઓના વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે. વર્ષો જૂના એસટી રુટ ને બંધ કરવાની હિલચાલ શરુ થતાં 10 ગામડાઓની પ્રજાએ ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારી છે.

અમદાવાદ વાત્રક કોલોની એસ.ટી.બસ વર્ષોથી વાત્રક કોલોની (ભેમપોડા) ખાતે રાત્રિ રોકાણ કરે છે અને વહેલી સવારે કોલોનીથી નીકળતા અમદાવાદ, ગાંધીનગર અને દહેગામના રુટે નીકળે છે. પરિણામે અભ્યાસ અર્થે બાયડ કોલેજ આઈટીઆઈમાં તેમજ સ્કૂલ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે આ બસ વરદાન સમાન સાબિત થઇ રહી છે. એસટી બસ અમદાવાદથી મોડી સાંજે ઉપડતી હોવાથી દહેગામ, આબલિયારા ચોઇલા બાયડ રડોદરા ગાબટ સહિતના અનેક ગામડાઓની પ્રજાને અમદાવાદથી પરત આવવા તેમજ પહોંચવા માટે સરળતા રહેતી હતી.

પરંતુ એસ.ટી.બસને હેલોદર સુધી લંબાવવામાં આવી છે સાથે એસટી સત્તાધીશો દ્વારા બસની રૂટને બંધ કરવાની હિલચાલ શરૂ થતા સખવાણિયા સરપંચ ઉષાબેન ખાંટ તેમજ જાગૃત નાગરિકોએ રૂટ યથાવત રાખવા માંગ કરી છે. તેમની માંગ નહીં સંતોષાય તો ગ્રામજનો ગાંધીજીના માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો