તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજિલન્સના દરોડા બાદ કલોલ તાલુકાના PI અને ડી સ્ટાફની બદલી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર | ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા છત્રાલ પાસે ગોડાઉનમાંથી દારૂનો મસમોટો જથ્થો ઝડપાતા કલોલ પીઆઈની બદલી કરી દેવાઈ છે. રાજ્ય પોલીસ વડાની સ્કવોર્ડ સ્ટેટ મોનિટરિંગ સેલ (વિજિલન્સ) દ્વારા થોડા દિવસો અગાઉ સેક્ટર-૪માં દરોડો પાડીને દારૂનુ ગોડાઉન પકડ્યું હતું. જે મુદ્દે સેક્ટર-૭ પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સે-7ના પીઆઈ સસ્પેન્ડ, કલોલમાં 20 લાખથી વધુનો દારૂ છતાં માત્ર બદલી
કલોલમાં રેડ થતા કલોલ તાલુકા પોલીસ મથકમાં ફેરફારો કરાતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે. પોલીસ અધિક્ષકે બદલીના આદેશો આપતા કલોલ તાલુકા પીઆઇ વી. એ. ડાભીને બદલી કરીને સેકટર-૭ પોલીસ સ્ટેશનમાં સેકન્ડ પીઆઇ તરીકે મૂકી દીધા છે.

ઉપરાંત તેમની ડી-સ્ટાફની ટીમના હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ, કોન્સ્ટેબલ જગતસિંહ, ગીરીરાજસિંહ, બાબરભાઈ, સુરેન્દ્રસિંહ અને નરેન્દ્રસિંહને તાત્કાલિક અસરથી હેડક્વાર્ટરમાં મૂકી દેવાય છે. પોલીસ અધિક્ષક કક્ષાએથી આ મુદ્દે ઇન્કવાયરી શરૂ કરાઈ છે. બીજી તરફ 5.90 લાખનો દારૂ પકડાતા સેક્ટર-7 પોલીસ સ્ટેશનના તત્કાલિન પીઆઈ મેવાડાને સસ્પેન્ડ કરી દેવાયા છે તો બીજી તરફ 20 લાખુનો દારૂ ઝડપાયા છતા કલોલ તાલુકા પીઆઈની બદલી થતા આ મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય 4 પીઆઈ-પીએસઆઈની પણ બદલી
પોલીસ અધિક્ષકે અન્ય આઠ પીઆઈ અને પીએસઆઈના બદલીના આદેશ કર્યા છે. જેમાં ગાંધીનગર સર્કલ PI તરીકે ફરજ બજાવતા જતીન પ્રજાપતિને કલોલ તાલુકા PI તરીકે, સેક્ટર-૭ સેકન્ડ PI તરીકે ફરજ બજાવતા કે. કે. દેસાઈ ને કલોલ પોલીસ મથકમાં, લીવ રિઝર્વ કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા PI ડી.એ.ચૌધરીને સેકટર-૭ પોલીસ મથકમાં ફર્સ્ટ PI તરીકે, PI એસ. જે. રાજપૂતને દહેગામ, PSI વાય.જે.રાઠોડને એલસીબી, PSI એચ.જી. દેસાઈને ડભોડામાંથી કલોલ તાલુકા ડી-સ્ટાફ PSI તરીકે જ્યારે SOGમાં ફરજ બજાવતા PSI બી. એમ. પટેલને છત્રાલ ચોકીમાં અને કલોલ તાલુકા PSI જી. બી. વાઘેલાને દહેગામ પોલીસ મથકમાં મૂકાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો