તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાંતિજ તાલુકાના રણછોડપુરા ખાતે બાદ પ્રાથમિક શાળાને સોમવારે ફરીથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રાંતિજ તાલુકાના રણછોડપુરા ખાતે બાદ પ્રાથમિક શાળાને સોમવારે ફરીથી તાળાં બંધી કરાયા બાદ શિક્ષિકાની પોલિસ ફરિયાદની ધમકી બાદ વાલીઓ તથા ગ્રામજનોએ શાળાના તાળાં તો ખોલ્યા પણ વાલીઓ બાળકોને શાળામાં મોકલતા નથી અને બાળકોના સર્ટીની માંગ કરી રહ્યા છે.

પ્રાંતિજ ના રણછોડપુરા પ્રાથમિક શાળાને સોમવારે વાલીઓ તથા ગ્રામજનો દ્વારા ફરીથી શાળાને તાળાબંધી કરાઇ હતી. જેને પગલે શાળાની શિક્ષિકાઓએ પોલિસ ફરિયાદની ચિમકી ઉચ્ચારતા ગ્રામજનો તથા વાલીઓ દ્વારા શાળાને મારેલ તાળાં ખોલી દેવાયા હતા. બે દિવસથી રણછોડપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને વાલીઓ શાળામાં મોકલતા નથી અને શાળાના વર્ગખંડો હાલતો વિદ્યાર્થીઓ વગર ખાલીખમ રહે છે. ગ્રામજનો અને વાલીઓની એકજ માંગ છે કે અમારે આ શાળામાં જે શિક્ષિકા સંગીતાબેન છે તેમની જરૂર નથી. શિક્ષણ સમિતિના ચેરમેન જયેશભાઇ પટેલે પણ સમાધાનના પ્રયાસ કર્યા હતા. પરંતુ ગ્રામજનોનો ના હઠાગ્રહને કારણે પરત ફર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો