તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલોલમાં બાઇકની ટક્કરે એક્ટિવા ચાલક દંપતી ઘાયલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ ત્રણ આંગળી સર્કલ પાસે રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલ શ્રેયસ સોસાયટીમાં રહેતા કૃણાલ મહેન્દ્રભાઈ પટેલ વેપાર કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. જેઓ ગત 16 એપ્રિલના રોજ રાત્રીના સમયે પત્ની સાથે એક્ટિવા પર ત્રણ આંગળી સર્કલ પાસેથી પસાર થતા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલ બાઈકના ચાલકે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા સવાર દંપતીને ફેક્રચર સહીતની ઇજાઓ થઈ હતી. ત્યારે બાઇક સવાર અકસ્માત સર્જી પલાયન થઈ ગયો હતો. આ અંગે કલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...