તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગરમાં 150 વર્ષ જૂની પરંપરા મુજબ ધુળેટીએ ખાસડાયુદ્ધ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વિસનગર | કોરોના વાયરસની દહેશત વચ્ચે પણ બુધવારે ધુળેટીના દિવસે વિસનગર શહેરના મંડી બજારમાં છેલ્લા 150 વર્ષથી ઊજવાતા ખાસડા યુદ્ધમાં મોટી સંખ્યામાં લોકોઅુ જોડાઇ એકબીજા ઉપર ખાસડાં અને શાકભાજી ફેંકી ઉત્સાહભેર ઊજવણી કરી હતી. આ યુદ્ધમાં જેને ખાસડું વાગે તેનું વર્ષ સારું જતું હોવાની માન્યતા છે. ઉત્તર દિશામાંથી ફતેહ દરવાજા, માયા બજાર અને ગોલવાડ સહિતના વિસ્તારોમાંથી એક જૂથ અને કડા દરવાજા, દીપરા દરવાજા, ગજુકુઇ સહિતના વિસ્તારમાંથી બીજા જૂથે આવી શરૂઆતમાં શાકભાજી મારી યુદ્ધ કર્યું હતું, ત્યારબાદ ચોકમાં મુકેલ ઘડો મેળવવા બંને જૂથોએ પ્રયાસ કર્યો હતો અને એક જૂથે ઘડો મેળવતાં વિજેતા જાહેર કરાયું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો