તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાનેરાના નેનાવા નજીક ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત: એકનું મોત,એક ઘાયલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધાનેરાના નેનાવા નજીક હાઇવે પર બુધવારે બોલેરો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં ટ્રકે બોલેરો ગાડીનો ખુરદો બોલાવી દીધો હતો.બોલેરોમા બેઠેલા એક યુવકનું મોત નિપજ્યુ જ્યારે બીજા મુસાફરની હાલત ગંભીર થતાં સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ધાનેરાથી સાંચોર જતા નેશનલ હાઇવે પર બુધવારે સાંજે નેનાવાના વળાંકમાં નેનાવા તરફથી આવતી ટ્રક નં-જીજે-18-એ.ટી-9677 અને બોલેરો ગાડી નં જીજે-08-બી.એન-3443ને ટ્રક્કર મારતાં ગાડી કુચેકુચા ઉડી ગયા હતા.ગાડી ફંગોળાઇને પલ્ટી મારી જતાં રસ્તા ઉપર પસાર થતા વાહન ચાલકોએ તાત્કાલીક બોલેરોને ઉભી કરી બોલેરોમાંથી બે મુસાફરોને બહાર કાઢ્યા હતા.જેમાં સવાર મુળાભાઇ અમરાભાઇ પટેલ(ઉ.વ 38)નુ ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ.જ્યારે રમેશભાઇ રૂપાભાઇ પટેલને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડ્યા હતા.ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

રસ્તા ઉપરથી પસાર થતા વાહન ચાલકોએ બોલેરોને ઉભી કરી મુસાફરોને બહાર કાઢ્યા

ટ્રકે બોલેરોના ફૂચ્ચેફૂચ્ચા બોલાવી દીધા,ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા

_photocaption_નેનાવા ગામ પાસે ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત થતાં ગાડીનો ખુરદો બોલી ગયો હતો.તસ્વીર ભાસ્કર*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો