તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમીરગઢના જેથી પુલ પર એક્ટીવા સ્લીપ ખાતાં યુવક 50 મીટર નીચે પટકાતાં મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
આબુરોડના કેસરગંજનો શનિવારે શખસ તેની પત્નીને પાલનપુર તાલુકાના પીંપળી ગામે મૂકી એક્ટીવા ઉપર પરત ફરતાં જેથી પુલ પર એક્ટીવા સ્લીપ ખાઇ જતાં પુલ પરથી નીચે પટકાતાં મોત નિપજ્યું હતું. જ્યારે બીજી ઘટનામાં પેસેન્જર ભરવા ઉભેલા ઇકોના ચાલકને અજાણ્યા વાહને ટક્કર મારતાં મોત નિપજ્યું હતું.

આબુરોડ ખાતે કેસરગંજ પંચાયતની બાજુમાં રહેતા ફૂલચંદજી મંગાજી વાલ્મિકી એકટીવા (આરજે-38-એસસી-0509) લઇ શનિવારે પત્નીને પાલનપુરના પીંપળી ગામે મૂકી પરત આવતા અમીરગઢના જેથી પુલ પર કોઇ કારણસર એક્ટિવા સ્લીપ ખાઈ જતાં પુલથી 50 મીટર નીચે પટકાયેલા ફૂલચંદજીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અમીરગઢ પોલીસને જાણ કરતા પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી મૃતકના સગાઓનું ધ્યાન દોરી મૃતદેહને અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.

જ્યારે બીજી ઘટનામાં પાલનપુર તાલુકાના આંત્રોલી ગામના વીરસિંહ બાબરસિંહ ચૌહાણ પોતાની ઇકો ગાડી નંબર જીજે-27-કે-4733 માં મુસાફર ભરી ઇકબાલગઢથી પાલનપુર જઇ રહ્યા હતા. એ વખતે ઇકબાલગઢ નજીકના ગંગાસાગર પાટીયા પાસે કોઈ પેસેન્જરને બેસાડવા પોતાની ગાડી ઉભી રાખી નીચે ઉતરી રોડ પર ઉભા હતા તે સમયે પાછળથી આવતી સફેદ રંગની સ્વીફ્ટ ગાડીના ચાલકે વીરસિંહને અડફેટમાં લઇ જોરદાર ટક્કર મારતાં ગંભીર રીતે ઘવાયેલા વીરસિંહનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો