તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસનગર તાલુકાના સદુથલા ગામના યુવકને ઓએનજીસીમાં નોકરી આપવાની લાલચ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિસનગર તાલુકાના સદુથલા ગામના યુવકને ઓએનજીસીમાં નોકરી આપવાની લાલચ આપી 9.75 લાખની ઠગાઈ આચરતાં ચકચાર મચી છે.ભોગ બનનારા યુવકના પિતાએ ભાવસોરના શખ્સ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

તાલુકાના સદુથલા ગામમાં રહેતા ભરતભાઇ ચતુરભાઇ પટેલનો દીકરા હર્ષદને વર્ષ 2012માં બાસણા કોલેજમાં ડિપ્લોમાના અભ્યાસ દરમિયાન લાડોલ ગામના પટેલ ભાર્ગવ નિલેશભાઇ સાથે મિત્રતા થઇ હતી .જેમાં ભાર્ગવે હુ અોઅેનજીસીમાં નોકરી લગાડુ છુ તારે જોઇતી હોય તો મારી જોડે અેક વ્યક્તિનો સંપર્ક છે જેમાં અોઅેનજીસીમાં નોકરી રેફરન્સથી થતી હોય છે તેમ જણાવી વિજાપુર તાલુકાના ભાવસોર ગામમાં રહેતા ચિંતનકુમાર દિનેશભાઇનો સંપર્ક કરાવ્યો હતો જેમાં ચિંતને તે અોઅેનજીસીમાં અેચ.અાર. તરીકે નોકરી કરતો હોવાની રેફરન્સની જગ્યા માટે ડીપોઝીટ પેટે પૈસા મારા બેન્ક ખાતામાં પૈસા જમા કરાવવાના પડશે. છેલ્લે અેપોઇમેન્ટ લેટર મળ્યા બાદ તમારી ટોટલ રકમ પરત મળી જશે તેમ કહી વિશ્વાસમાં લીધા હતા.પૈસા જમા કરાવ્યા બાદ ચિંતનભાઇ સદુથલા અાવ્યા હતા જેમને હર્ષદભાઇના પિતા ભરતભાઇઅે અસલ ડોક્યુમેન્ટ અને કોરા સ્ટેમ્પ અાપ્યા હતા ત્યારબાદ ફરીથી ઘરે અાવતાં 1.25 લાખ રોકડા અાપ્યા હતા. જ્યારે 17 અોક્ટોમ્બર 2015થી 5 અોક્ટોબર 2016 સુધીમાં 8,50,350 ખાતામાં જમા કરાવ્યા હતા. અા રકમ ભર્યા પછી ચિંતનભાઇ અમીને હર્ષદને ગાંધીનગર સચિવાલય કર્મયોગી ભવન ખાતે બોલાવ્યો હતો તે વખતે અોનજીસીના માર્કાવાળો અેચઅો અોઅેનજીસીનો સિક્કો મારી અાર.જે.શ્રીવાસ્તવની સહી કરેલો 19 અોગષ્ટ 2016નો લેટર અાપ્યો હતો જેમાં પીઅેફ, સીપીઅેમ તેમજ પેન્શન સહિતના કાગળો હતા ત્યારબાદ જગુદણ, અમદાવાદ અને નારોલ અોબ્ઝવેશન માટે લઇ ગયા હતા.જ્યાં 10 માર્ચ 2017ના રોજ અોનજીસી અનુસંધાન પાના નં-2

ચાંદખેડા ખાતે ભરતભાઇ અને હર્ષદને બોલાવી ચિંતનભાઇઅે હવે પછીની કામગીરી અોઅેનજીસી લીમીટેડ હૈદરાબાદના અાદર્શ રઘુનાથ ગાૈરનાઅો સંભાળશે તેમ જણાવ્યું હતું. જેમાં 27 માર્ચ 2019ના અાદર્શ રઘુનાથે ફોન કરી 31 માર્ચના રોજ અવની ભવન અોઅેનજીસી ખાતે અેપોઇમેન્ટ લેટર અાપવાનું કહી બોલાવ્યા હતા ત્યારબાદ બંન્નેના ફોન સ્વીચ અોફ અાવતા હતા જેથી ભરતભાઇને તેમના અને તેમના દિકરા સાથે છેતરપિંડી થઇ હોવાનું જણાતાં અા બનાવ અંગે પટેલ ચિંતન નિલેશભાઇ(ભાવસોર), અાદર્શ રઘુનાથ ગાૈરમ(અોઅેનજીસી લીમીટેડ હૈદરાબાદ) અને પટેલ ભાર્ગવકુમાર નિલેશભાઇ(લાડોલ) સામે છેતરપિંડીની ફરિયાદ અાપતાં પોલીસ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...