તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભિલોડાના મકરોડા રોડ પર કારની અડફેટે બાઇકસવાર મહિલાનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડાના માકરોડા જવાના માર્ગ પર કારનં .GJ - 01 - KS - 1523 ના ચાલકે સામેથી આવતી બાઇકનંબર .GJ - 31 - B - 3859ને ટકકર ટક્કર મારતા બાઇક પર બેઠેલા કૈલાશબેન (ઉ .વ .૪૧) નું મોત નિપજાવી તથા બાઇક સવાર પ્રકાશભાઇ રૂપસીભાઇ પાંડોર તથા દક્ષાબેન અમૃતભાઇ કોટવાલને શરીરે નાની મોટી ઇજાઓ કરી કાર ચાલક પોતાની કાર લઇ ને લઇ નાશી ગયો હતો.

માકરોડા જવાના બપોરે 3 વાગ્યા ના સુમારે વેજપુરના પ્રકાશ રૂપસિંહ પંડોર બાઇક પર કાકી કૈલાસ બેન અને દક્ષાબેન સાથે બાઇક પર ભિલોડાથી પોતાના વતન વેજપુર જઈ રહ્યા હતા. તેવામાં કારે બાઇક ને ટક્કર મારતા બાઇક સવાર બે મહિલા અને યુવક હવામાં ફંગોળાયા હતા અને બાઇક પર સવાર કૈલાસબેન પાંડોરનું ઘટના સ્થળે જ ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે બાઇક ચાલક પ્રકાશ ભાઈ અને દક્ષાબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેઓ ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ભિલોડા પોલીસ ઘટના સ્થળે ધસી આવી હતી અને મૃતકના પતિ ની ફરિયાદના આધારે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.

અકસ્માતમાં બાઇક ફંગોળાયુ હતુ. તસવીર-એચ.કે.સોની

અન્ય સમાચારો પણ છે...