તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજેન્દ્રનગર પોલીસ ચોકી નજીક બસની રાહ જોઇ રહેલા વિદ્યાર્થી પર ટ્રેલર ફરી વળતાં મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુુરુવારે મોડાસાની રાજેન્દ્રનગર ચોકડી પર શામળાજી તરફથી આવતા ટ્રેલરે પોલીસ ચોકીને નુકશાન પહોંચાડી નજીકમાં એસ.ટી બસની રાહ જોઇ ઉભેલા વિદ્યાર્થી પર ટ્રેલર ફરી વળતા ઘટનાસ્થળે વિદ્યાર્થીનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ. ટ્રેલર રસ્તા પર ઉભેલી ઇકોને ટક્કર મારતા લોકોમાં નાસ ભાગ મચી ગઇ હતી.

હિંમતનગર-શામળાજી નેશનલ હાઇવે પર આવેલા રાજેન્દ્રનગર પોલીસ ચોકી પાસે સુનોખ ગામનો વિદ્યાર્થી ભાવેશ કાળાભાઇ તરાર અને તેના મિત્ર અર્ચિન પટેલ અને અન્ય વિદ્યાર્થીઓ મોડસા આઇ.ટી.આઇ અને કોલેજમાં પહોંચવા માટે એસ.ટી બસની રાહ જોઇ રહ્યા હતા.દરમિયાન શામળાજી તરફથી આવતા ટ્રેલર ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેલર પોલીસ ચોકી સાથે અથડાઇને નજીકમાં બેઠેલા વિદ્યાર્થીઓ કંઇ પણ સમજે તે પહેલા ટ્રેલર આઇ.ટી.આઇ ના વિદ્યાર્થી ભાવેશભાઇ કાળાભાઇ તરાર રહે.સુનોખ,તા.ભિલોડા ઉપર ફળીવળતાં ઘટના સ્થળે વિદ્યાર્થીનુ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ. ટ્રેલર કાબુમાં ન આવતા નજીકમાં ઉભી રહેલા ઇકો સાથે ટકરાયુ હતુ. વિદ્યાર્થીઓ અને મુસાફરોમાં નાસભાગ મચી ગઇ હતી.જોકે આ અકસ્માતમાં અન્ય વિદ્યાર્થી અર્ચિન પટેલને શરીરે ગંભીર ઇજાઓ થતા બંનેને તાત્કાલીક હિંમતનગરના ગાંભોઇ ખાતે સરકારી દવાખાને લઇ જવાયો હતો. ઘટના ના પગલે દોડી આવેલી રૂરલ પોલીસે વિદ્યાર્થીની લાશને કબજો લઇ પરિસ્થિતી થાળે પડી ટ્રક-ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

મૃતક વિદ્યાર્થી

ટ્રેલર કાબુમાં ન આવતા નજીકમાં ઉભી રહેલા ઇકો સાથે ટકરાયુ હતુ.

બેરિકેટ હટાવી લેવા માગ કરી
અકસ્માતના પગલે અરવલ્લી ઠાકોર સમાજના પ્રમુખ સંજય ઠાકોર રાજેન્દ્રનગર ચોકડી ખાતે આવી અને બેરિકેટ હટાવવા માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...