તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુરાલ નજીક કારે બુલેટને ટક્કર મારતાં શિક્ષકનું મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ડીસાના બુરાલ ગામ નજીક લાખણાસર ગામના અને ધાનેરાની ખીમત પ્રાથમિક શાળાનો શિક્ષક બુલેટ લઈને ગુરુવારે સવારે સ્કૂલે જતા હતા. ત્યારે કારના ચાલકે ટક્કર મારતાં શિક્ષક રોડ ઉપર પટકાતાં ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

દાંતીવાડા તાલુકાના લાખણાસર ગામના અને ધાનેરા તાલુકાની ખીમત પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં અને રબારી સમાજના આશાસ્પદ યુવાન પ્રકાશભાઇ લીલાભાઇ લોઢા ગુરૂવારે સવારે દસેક વાગ્યાના સુમારે બુલેટ (જીજે-08-બીપી-7333) ઉપર ફરજ પર જતાં હતા. ત્યારે ડીસાના બુરાલ ગામ નજીક જીજે-5-સીબી-1087ની મારૂતિ કારના ચાલકે બુલેટને ટક્કર મારતાં શિક્ષક પ્રકાશભાઇ રોડ ઉપર પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં તાત્કાલીક ડીસા બાદ વધુ સારવાર માટે મહેસાણા ખસેડ્યા હતાં. જો કે શુક્રવારે સારવાર દરમિયાન મોત નિપજતાં મિત્ર વર્તુળ સહિત રબારી સમાજમાં ઘેરા શોકની કાલીમા છવાઇ જવા પામી છે. અકસ્માતની જાણ થતા જ ડીસા તાલુકા પોલીસ હસ્તકની ઝેરડા આઉટ પોસ્ટના હે.કો.દેવાભાઇ દેસાઇએ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે.

દાંતીવાડાના લાખણાસર ગામના યુવાનનું મોત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો